*ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*નેડિયા વાસમાં આવેલ માજિસા માતાના મંદિરમાં ભક્ત શ્રી શ્રવણભાઈ પ્રજાપતિ અને તેમની ધર્મ પત્ની દ્વારા આવનાર ભક્તોનું ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું*
ડીસા તાલુકાના માલગઢ ગામમાં જોગમાયા પરામાં આવેલ માજિસા માતાના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો સુદ તેરસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ માજિસા માતાના મંદિરમાં આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી આજે તેરસના દિવસે માજિસા માતાના ભક્ત રેખાબેન પ્રજાપતિ દ્વારા આવનાર ભક્તોને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે અને એમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેખાબેન પ્રજાપતિ અને તેમના પતિ શ્રી શ્રવણભાઈ પ્રજાપતિ તરફથી સુંદર આયોજન કરી આવનાર ભક્તોને સવારે વહેલા આરતીનો લાભ મળી રહે અને દૂર દૂરથી આવનાર ભક્તોને માતાજીનો ભોજન પ્રસાદ પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી માજિસા માતાના આ મંદિરે ભક્તો સવારથી જ લાઈન બંધમાં દર્શન કરવા માટે લાગ્યા હતા અને મા માજિસા આવનાર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે વાંજીયાઓના મેના ભાગે છે અને ઘર પરિવારમાં શાંતિ અને ભાઈચારો રાખે છે અને શ્રવણભાઈ અને તેમના ધર્મ પત્ની આવનાર ભક્તોને સેવાચાકરી કરીને ધન્યતા અનુભવે છે