ડીસા ના ભીલડી પાસે થી ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પર ઝડપાયા, 1.20 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત..
ડીસા પાસે ભીલડી અરણીવાડા રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા છ ડમ્પર ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે..
જેમાં ખાણ ખનીજ વિભાગે છ ડમ્પર સહિત અંદાજિત 1.20 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
ડીસા તાલુકાના ભીલડી નજીક અરણીવાડા પાસેથી બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છ ડમ્પરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
બે દિવસ અગાઉ જ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી ઓવરલોડ રેતી ન ભરવા માટેનો નિર્ણય કર્યો હતો અને જે લોકો ઓવરલોડ રેતી ભરી સરકાર ની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યાં છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી હતી..
જેને પગલે ગઈકાલે સાંજે ખાણ ખનીજ વિભાગે ભીલડી પાસેથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છ ડમ્પરને ઝડપી પાડ્યા હતા..
તેમ જ રેતી ભરેલા ડમ્પર સહિત 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો હતો. આ તમામ ડમ્પર ભીલડી પોલોસ મથકે સોંપી ચાલકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી..