કાલોલ તાલુકાના વેજલપુર ગામે તારીખ.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાત્રીના સમયે અક્સા હોટલ ઘૂસર રોડ નાના મોહલ્લામાં બુલેટના અવાજના કારણે નજીવી બાબતે એકજ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતા અફરાતફરી માહોલ સર્જાયો હતો ત્યારે આરોપીઓ વેજલપુરમા ભાઈ ગીરી.બતાવવા અને લોકોમાં ખોફ પેદા કરવાના ઇરાદે જાહેરમાં તલવારો અને મારક હથિયારો સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા ત્યારે આ મારામારી માં ૧૬ વ્યકિતઓ સામે નામ-જોગ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.૩૦૭ ની કલમ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ કરેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ.૩૦/૧૨/૨૦૨૩ના રોજ બપોરના ૧ વાગ્યાની આસપાસ ફરયાદીનો પુત્ર અમાન બુલેટ લઈને જઈ રહ્યો હતો ત્યારે બુલેટના અવાજના કારણે આ કામના આરોપી મહેબૂબ મજીદ ભોળા દ્વારા તેને ઉભો રાખીને તું અહીંયા બુલેટનો અવાજ કેમ કરે છે તેમ કહીને બે ઝાપટ મારી દીધી હતી અને ત્યાર પછી રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદીનો બીજો છોકરો અનિસ અને ફરયાદીનો ભાણો નઈમ અડાદરિયા આરોપીઓના ઘર પાસે આવેલ અકસા હોટલ પાસે ઉભા હતા તે વખતે આ કામના આરોપી મહેબૂબ મજીદ ભોળાનોએ તેઓને જોઈને ગાળો બોલવા લાગેલા અને તેવામાજ ફરિયાદી તેમજ તેઓના ઘરનાં તેમજ સામે પક્ષના માણસો ભેગા થઈ ગયા હતા અને સામાન્ય બોલાચાલી બાદ પોત પોતાના ઘરે જતા રહ્યા હતા અને ત્યાર બાદ રાત્રીના ૯:૩૦ વાગ્યાની આસ પાસ ફરિયાદી પોતાના ઘર આગળ બેઠેલ હતા તે દરમિયાન આ કામના આરોપીઓ તેવોના હાથમાં તલવાર વાંસી હોકી લાકડી જેવા મારક હથિયારો લઈને તમામ આરોપીઓ એક સંપ થઈને ટોળું વળીને આજે તો આ લોકોને જીવતા નથી છોડવાના તેવી બુમો પાડતા અને ગાળો બોલતા બોલતા અમારા ધર તરફ દોડી આવેલ ફરિયાદી અને ફરિયાદીના સંબંધીઓ ઉપર મારક હથિયારો થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલો કરનાર સોહેલ ઉંમર મદારી તથા વસીમ ઉંમર મદારીનોએ તેઓના હાથમાંની તલવાર ફરિયાદીના જમણા પગે ઘૂંટણના નીચે મારી દીધેલ અને વધુમાં ફરિયાદીની બહેન મેમુનાને પણ સલમાન હસન ભોળા તથા ફેઝાન હસન ભોળાએ હોકી વડે માથામાં તથા શરીરે મારવા લાગેલા અને વધુમાં મારા ભાણા નઇમને આરોપીઓ મેહુબુબ મજીદ ભોળા તથા હસન મજીદ ભોળાનોએ નઇમના માથામાં કપાળના ભાગે તલવાર મારી હતી ત્યારે આની જાણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કોઈક વ્યક્તિ દ્વારા ફોન કરીને જાણ કરતા ઘટના સ્થળ ઉપર પોલીસ આવી પોહચતા આરોપીઓ હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા અને ફરીયાદીના બહેન મેમુના અને તેમના ભાનાને વધુ ઇજાઓ થતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી ત્યારે મેમુના અને નઈમને વધુ ઇજાઓ થઇ હોવાનું ડોક્ટર દ્વારા જણાવ્યું હતું અને આ બન્ને ને વ્યક્તિઓને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરિયાદી મોહમદ સઈદ અબ્દુલ સલામ ભોળા દ્વારા ચાર મહિલાઓ સાથે ૧૬ સામે નામ જોગ પોલીસ ફરિયાદ આપેલ હતી ત્યારે વેજલપુર પોલીસે આ કામના આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.એકટ અધિનિયમ ૩૦૭,૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૩૭ તેમજ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથધરી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं