બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ભાયલા સીમ નજીક બાઈક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાતાં 1 યુવકનું ઘટનાસ્થળે મોત અને 1 યુવક ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર બે લોકો જઈ રહ્યા હતા તે સમયે અચાનક રોડ વચ્ચે જાનવર આવી જતા બાઈક ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી થાંભલે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અમીરગઢ તાલુકાના વીરમપુરથી અંબાજી જતા માર્ગ પર ભાયલા સિમ પાસે બે લોકો બાઈક પર જઈ રહ્યાં હતા. તે દરમિયાન રોડ વચ્ચે અચાનક પ્રાણી આવી જતા બાઈક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં આવેલા થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માત સર્જાતા જ બાઈક પર સવાર બંને ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે જેમાં બાઇક ચલાવનારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા 108 મારફતે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.