અનાજ મુદ્દે મારામારી: ઠાસરામાં સરકારી અનાજ વધુ ન મળતાં કાર્ડ ધારકે દુકાન સંચાલકના ભાઈને માર માર્યો.

   ઠાસરા નગરમાં ગઈકાલે વધુ માગેલ સરકારી અનાજ ન આપતા ઉશ્કેરાયેલ કાર્ડ ધારક અને તેના પિતરાઈએ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. પિતરાઈએ સરકારી સસ્તા અનાજના મહિલા દુકાનદારના ભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

   મળતી માહિતી મુજબ ઠાસરા નગરના નવા ખ્રિસ્તી ફળિયામાં રહેતા વિધવા રેહાનાબાનુ ઈસ્માઈલભાઈ લુહારની ફળિયામાં સસ્તા અનાજની દુકાને આવેલી છે ગઈકાલે સવારના સમયે સસ્તા અનાજની દુકાને બીપીએલ કાર્ડ લઈને અનાજ લેવા આવેલ નગરના મોટા સૈયદ વાડામાં રહેતાં જાવેદ મુસ્તુફા પઠાણને સસ્તા અનાજની દુકાનના મહિલા સંચાલકે ધારા ધોરણ મુજબ અનાજ આપ્યું હતું પરતું તેણે વધુ ત્રણ કિલો અનાજ માગ્યું હતું જે આપવાની ના પાડતા જાવેદ પઠાણે ગાળો બોલી સસ્તા અનાજની દુકાનના સંચાલક રહેનાબાનું સાથે અણછાજતું વર્તન કરી લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી દુકાનમાં ઉપસ્થિત રહેનાબાનું ના ભાઈ નૌશાદભાઈ શાહબુદ્દીનભાઈ લુહાર રહે ઠાસરા એ ગાળો બોલવાની ના પાડતા જાવેદ પઠાણ ત્યાંથી જતો રહ્યો હતો પછી થોડા સમયમાં જાવેદ પઠાણ પોતાના કાકાના દીકરા જાબીર ઇનાયત પઠાણને લઈને ત્યાં આવ્યો હતો અને જાબીરે ગાળો બોલી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન સસ્તા અનાજની દુકાનના મહિલા સંચાલકના

ભાઈ નૌશાદ લુહાર રાતના નવ એક વાગ્યાના સુમારે નગરના હૂસેની ચોક મલેક વાળા બહાર બેઠા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલ જાબીર ઇનાયત પઠાણ એ ધક્કો મારી તેમને નીચે પાડી દઈ ગાળો બોલી નૌશાદ લુહાર ને લાતો અને ગળદા પાટુનો માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઠાસરા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત