દાહોદ શહેરમાં રહેતી એક યુવતીના ફોટોગ્રાફ્સ લઈ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સોશિયલ ચેટિંગ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફેક આઈડી બનાવી તેના ડીપી તથા સ્ટોરી પર મૂકી વાયરલ કરી રૂા. ૩,૦૦,૦૦૦ બળ જબરીથી કઢાવી લેવા માટે જુદા જુદા માધ્યમથી લેટરોમાં બિભિત્સ શબ્દો લખી તથા યુવતીના અંગત ફોટોગ્રાફ તેના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં કુરિયર તથા ટપાલ મારફતે મોકલી યુવતીનો ઓનલાઈન પીછો કરતા આ સંબંધે યુવતી દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.(રિપોર્ટ- રાજ કાપડીયા- 987910646) ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ બી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરામ કર્યો હતો અને આ સમગ્ર કારસ્તાન મધ્યપ્રદેશના ભાબરા જિલ્લામાં ચંદ્રશેખર આઝાદ નગરમાં રહેતો પ્રભાત રાજારામ બરમન દ્વારા આચારવામાં આવ્યું હોવાનું પોલીસ સામે આવ્યું હતું પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ જઈ પ્રભાત રાજારામ બરમનની અટકાયત કરી દાહોદ ખાતે લઈ આવી હતી જ્યારે પોલીસે પ્રભાતના સાથી મિત્ર સૌરભ વિનોદભાઈ વ્યાસ (રહે.આગર મધ્યપ્રદેશ) ના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ કાપડિયા 9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો