*ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વાર્ષિક એન એસ એસ શિબિર યોજવામાં આવી*

 આજરોજ તારીખ 16, 1 ,2023 થી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા તાંદલજા મુકામે રાષ્ટ્રીય સેવા યોજના ની શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં તાંદલજા ગામના સરપંચ શ્રી જનકભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક શિબિર ની શરૂઆત થઈ .શાળાના આચાર્યશ્રી દ્વારા ઉદઘાટન સમારોહમાં ગુજરાત સરકારની એન.એસ.એસ. યોજના નું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે ગામમાં પધારેલા NRI શ્રી મનહરભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલ ,રાજેન્દ્રભાઈ પટેલ પણ ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા .તાંદલજા ગામની પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રીઓ પણ આ સમારોહ માં હાજર રહ્યા .ગામમાં મંદિરના ચોગાન,શાળાની આસપાસ અને સમગ્ર ગામમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું .અલગ અલગ ભીત સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો .સાક્ષરતા અભિયાન સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા .સાથે સ્વાસ્થ્ય સંબંધી સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેમાં વિવિધ રોગો વિશે માહિતી આપવામાં આવી. સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો. ગામના વડીલોનો સહકાર સારો રહ્યો અને આ જ રીતે દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા આ એન એસ એસ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે તેવું શાળાના આચાર્ય દ્વારા ગ્રામજનોને જણાવવામાં આવ્યું.