છોટા ઉદેપુર જિલ્લાના કલારાણી ગામે આપેલ પૈસા માંગતા લાકડી વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે આ કામના ફરિયાદી ભીમાભાઇ બચુભાઈ નાયકા નાઓ પોતાના ઘરમાં હાજર હતા તે દરમિયાન આ કામના આરોપી ઝીણાભાઈ નાનજીભાઈ કોળી તથા કરસનભાઈ નામક અન્ય એક ઈસમ મળી બે ઈસમો ફરિયાદીના ઘરે લાકડીઓ લઈને આવી ફરિયાદીને જણાવેલ કે ગયા વર્ષે રૂપિયા 9000 ઉછીના આપેલા હતા તે કેમ અવાર નવાર માંગણી કરે છે તેમ કહી લાકડી વડે ફરિયાદી ઉપર હુમલો કરી ફરિયાદી ને બરડાના ભાગે તથા પગના ગુટણના ભાગે માર મારી ઇજા પહોંચાડેલ દરમિયાન ફરિયાદીની પત્ની લીલાબેન નાયકા વચમાં છોડાવવા માટે પડતા તેઓને પણ બાલ પકડી મોઢાના ભાગે ઢીકા પાટુનો માર મારી ઈજા પહોંચાડેલ અને ગમે તેમ મા બહેન સમાન ગાળો બોલી આજ પછી પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી ભીમાભાઇ બચુભાઈ નાયકાએ કરાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ કરાલી પોલીસને થતા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે