રાજપીપળા જીત નગર વિસ્તારમાં ધાબા ઉપર થી ચાઇનીઝ દોરીના બે ફિરક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરતી પોલીસ

પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરા માંઝા નાયલોન દોરા તથા ચાઈનીઝ લેંટર્ન ના ઉપયોગથી નાગરિકો પશુ પક્ષી અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચુસ્તપણે પાલન થાય તે અંતર્ગત રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો ચેકિંગમાં નીકળ્યા હતા દરમિયાન રાજપીપલા જીતનગર બાર ફરીયા વિસ્તારમાં આવતા આ કામના આરોપી વિશાલભાઈ સોમાભાઈ વસાવા રહે જીત નગર બાર ફરયુ ના ઘરના ધાબા ઉપર મોનોફીલ ગોલ્ડ પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરી મળી આવી રાજપીપલા પોલીસે મોનોફિલ ગોલ્ડ પ્લાસ્ટિકની ચાઈનીઝ ની દોરી નંગ 2 કિંમત રૂપિયા 520 નો મુદ્દા માલ કબજે કરી આરોપી વિશાલભાઈ સોમાભાઈ વસાવા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામા ના ભંગ બદલ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે