ધવલીવેર ગામે નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો કરતા એક નું સારવાર ધરમીયાન થયું મોત

મળતી માહિતી અનુસાર મોજે ધવલીવેર ગામે આ કામના મરણ જનાર કાશીરામભાઈ વસાવા પોતાના ઘરના આંગણામાં હાજર હોય તે દરમિયાન આ કામના આરોપી માસીરામ કાયલાભાઈ વસાવા રહે ધલીવેર નાઓ આવીને આ કામના મરણ જનાર કાશીરામ વસાવા ને જણાવેલ કે મારા ખેતરમાંથી ટામેટા કેમ તોડી લાવે છે તેમ કહી આ કામના કાશીરામ વસાવા સાથે ઝઘડો તકરાર કરી ને તેમના ઉપર ચપ્પુ વડે હુમલો કરી પેટના નાભિના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના બની હતી ઘટના બન્યા બનતા કાશીરામ વસાવા ને સાગબારા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા સાગબારા પોલીસે આરોપી મશીરામ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે