પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજયના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી મો.સા.કિ.રુ .૫૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ . મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ નાઓએ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટ કોપના માધ્યમથી વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવા સારુ જિલ્લા એલ.સી.બી.ની ટીમને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ . જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફની ટીમો વાહન ચોરીના ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓની ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી . દરમ્યાન એલ.સી.બી. , પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.કે.ખાંટનાઓની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. , પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી. ટીમ દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા જુના આર.ટી.ઓ.ચેક.પોસ્ટે પાસે ઇન્દોરથી ગોધરા તરફ જતા રસ્તા ઉપર વાહન ચેકીંગ દરમ્યાન કતવારા બાજુથી એક ઇસમ નંબર વગરની કાળા કલરની R15 મો.સા. લઇ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી મો.સા.ના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવી કોઇ સંતોષકારક જવાબ નહીં આપેલ,
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જેથી તેની પાસેની મો.સા.જોતા કાળા કલરની યામાહા કંપનીની R15 મો.સા.ના આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી જેનો ચેચીસ નંબર ME1RG6711M0067944 તથા એન્જીન નં . G3N4E0103844 નો જણાઇ આવેલ . જેથી મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે ઇ.ગુજકોપ એપ્લીકેશન ધ્વારા સર્ચ કરતા રજી નંબર RJ03KS3813 નો જણાયેલ જેના માલીક GANPAT LAL RUPATHAMIR રહે . SURWANIYA BARODIYA , BANSWARA , Banswara – 327001 ની હોવાનું જણાઇ આવેલ . જેથી મો.સા.ચાલકની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી પાંચેક દિવસ અગાઉ પોતાના મિત્રના મિત્ર મારફતે કિ.રુ.રૂ .૧૮૦૦૦ / -મા ખરીદ કરેલ કબુલાત કરેલ .
જાહેરાત અને સમાચાર આપવા માટે- 9879106469
જેથી તેને વિશ્વાસમા લઇ પોતાના મિત્રને બોલાવતા તે આવતા તેને પણ વિશ્વાસમા લઇ પૂછપરછ કરતા ઉપરોકત હકિકત જણાવેલ અને કોઇ આધાર પુરાવા નહી હોવાની કબુલાત કરેલ . જેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાહ પકડાયેલ આરોપીઓના નામ : ( ૧ ) દિલીપકુમાર અમરાભાઇ લુહાર ઉવ .૨૩ રહે.બોચાસણ રેલ્વે સ્ટેશન ફળીયું તા.બોરસદ જી.આણંદ હાલ રહે . પુસરી તા.જી.દાહોદ ( ૨ ) વિલેશભાઇ બદુભાઇ પરમાર ઉવ . ૨૬ રહે દશલા વિશ્રામીયા ફળીયું તા.જી.દાહોદ જેઓની કબુલાત આધારે નીચે મુજબનો અનડિટેકટ ગુનો ડિટેકટ થવા પામેલ છે . પો.સ્ટે . ગુ.૨.ન / કલમ કબ્જે કરેલ મુદ્દામાલ વાહન રાજસ્થાન કલીજરા પો.સ્ટે . એફ.આઇ. આર . નં . ૦૦૦૬/૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ આમ , પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજ્યના વાહન ચોરીના અનડિટેકટ ગુનો ભેદ ઉકેલી મો.સા. કિ.રુ .૫૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે .