સુરત શહેરમાં સચિન આવાસમાંથી ગાંજો વેચતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો.
સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ
ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના
અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ
રાખવામાં આવી રહી છે. નાર્કોટીક્સની પ્રવૃતિ સાથે
સંકળાયેલ ઇસમો ઉપર સકંજો કસી આ નેટવર્કને પર્દાફાશ
કરી રહી છે. ત્યારે સુરત એસઓજીની ટીમે સચીનના
આવાસ તથા સ્લમ વિસ્તારમાં નાર્કોટીક્સનું રેકટ ચલાવત્તા
હોય, કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો મંગાવી સંતાડવામાં
આવી રહ્યો છે અને તેને ચોરી છુપીથી વેચાણ કરવાની
પ્રવૃતિ કરનારને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.