ડીસા તાલુકાના જુનાડીસા ગામે ઉછીના પૈસા ના આપતા કૌટુંબિક સબંધીઓએ માસી અને ભાણી પર જીવલેણ હુમલો કર્યો હતો. પથ્થરો વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત માસી ભાણીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ડીસા તાલુકાના ઢુવા ગામે રહેતા ભારતી મુકેશભાઈ પટણી જુનાડીસા ગામે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની મદદ માટે તેમની ભાણી પૂજા પિન્કીબેન પટણી પણ તેમની સાથે આવે છે અને આ બંને લારી પર શાકભાજી વેચી રહ્યા હતા. તે સમયે તેમના કુટુંબિક સંબંધીઓ આવી પાણી પાસેથી પૈસા માંગ્યા હતા, પરંતુ ભાણીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઇ ગયેલા સંબંધીઓએ ભાણી પર પથ્થર વડે હુમલો કરી બ્લાઉઝમાં મુકેલા પૈસા જબરજસ્તીથી કઢાવ્યા હતા.

આ ઘટના જોતા જ તેની માસી છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. બે મહિલાઓ સહિત પાંચેય લોકોએ પથ્થરો વડે હુમલો કરી આરતી બંને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે પૂજાબેનના પણ વાળ ખેંચી ઉખાડી દઈ બ્લાઉઝ ફાડી જબરજસ્તી કરી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી માસી-ભાણીને વઘુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઈજાજાગ્રત બંનેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઇજાગ્રસ્ત માસી-ભાણીએ સારવાર કરાવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.