ખંભાત તાલુકાના લુણેજ ગામે ગત રાત્રિના ૧૨ કલાકની આસપાસ ગામની વચ્ચે ભરેલ પરાળીમાં એકાએક આગ લાગતા ૩ લાખથી વધુ કિંમતનો પરાળ બળીને ખાખ થઈ ગયો છે.આગ લાગતા સ્થાનિકોએ ખંભાતના ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત જ ખંભાત નગરપાલિકા અને ઓ.એન.જી.સી ફાયર ફાયટરો સહિતની ટીમ લુણેજ ખાતે પહોંચી આગને કાબુમાં કરી હતી.જો કે વિકરાળ આગ ભભૂકતા આસપાસના ઘરો અને જાનમાન નુકશાન થાય તે પૂર્વે ફાયર ટીમે આગને કાબુમાં કરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368