દાહોદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા
પશુ-પક્ષીઓને બચાવવા જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ નં. ૦૨૬૭૩-૨૨૧૨૬૬ તેમજ એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરી શકાશે.
રાજ્યમાં આગામી તા. ૨૦ સુધી કરુણા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પશુ-પક્ષીઓને બચાવવા જિલ્લા અને તાલુકા કક્ષાએ પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ નો નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ છે. તેમજ એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
રિપોર્ટ - રાજ કાપડિયા/9879106469
નાગરિકો પણ ઘાયલ પક્ષીઓને બચાવવામાં સહભાગી બને એ માટે તંત્રએ અપીલ કરી છે. નાગરિકો એ વાત નો ખાસ ખ્યાલ રાખે કે વહેલી સવારે તેમજ મોડી સાંજે પંતગ ચગાવાવાનું ટાળે. પંતગ ચગાવતા કોઈ પક્ષી દોરીમાં ફસાય તો ઢીલ મુકવી. લાઉડ સ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકે નહિ. ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી કે વધુ પડતી કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો. ઘાયલ પશુ પક્ષીઓને સમયસર પશુ સરવાર કેન્દ્ર કે રેસ્ક્યુ સેન્ટર પહોંચાડીએ. પશુ પાલકો પોતાના પશુને બાજરી, જુવાળ કે ઘૂઘરી વધુ પ્રમાણમાં ન ખવડાવે. જેથી તેઓને આફરો ચઢવા જેવી સમસ્યા ન થાય.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
તાલુકા કક્ષાએ પશુ બચાવ કેન્દ્રોના નંબર આ મુજબ છે. દાહોદ - ૮૮૪૯૮૬૩૬૦૪, ગરબાડા - ૯૯૦૯૮૮૦૪૯૭, ઝાલોદ - ૯૪૨૯૧૪૬૮૯૪, સંજેલી - ૭૦૧૬૧૩૦૦૭૩,
ફતેપુરા - ૮૭૩૩૯૭૫૯૨૧,
લીમખેડા - ૯૪૨૬૪૯૮૫૯૭,
સિંગવડ - ૯૫૮૬૨૧૫૬૪૭,
દેવગઢ બારીયા - ૯૫૮૬૨૧૫૬૪૭,
ધાનપુર - ૭૮૭૪૪ ૨૬૭૯૭.
ઉપર સંપર્ક કરી શકાશે.