દિયોદના વખા કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજી ની જન્મજ્યંતિ અને રાષ્ટ્રીય યુવાદિવસની ઊજવણી કરાઈ.....

સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજી જન્મજ્યંતિ અને રાષ્ટ્રીય યુવાદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિયોદરના વખા જી.વી.વાઘેલા કોલેજ ખાતે પણ ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ સ્વામી વિવેકાનંદજી ના ફોટાને દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમા કોલેજના અધ્યાપક બળવંતસિંહ ઠાકોરે મુખ્યવક્તા પ્રકાશભાઈ સુથારનુ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ ત્યાર બાદ મુખ્ય વક્તા દ્વારા કોલેજના વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદજી ના આદર્શ વિચારોનું શાબ્દિક પ્રવચન વ્યક્ત કર્યું હતું આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થી જગદીશ બારોટ દ્વારા સ્વામીવિવેકાનંદજી નું સુંદર ચિત્ર બનાવીને પોતાની ચિત્રકલા વ્યક્ત કરી હતી. જેમા કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજીના વિચાર પ્રગટ કરતુ પુસ્તિક પણ લાઈબ્રેરીમાં અર્પણ કરવામાં આવ્યું હતું અને સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.