હાલોલ નગર ખાતે કંજરી રોડ પર આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં દર વર્ષે ચૈત્ર માસમાં માઈ ભક્તો માટે સેવાનું અનોખું કાર્ય કરવામાં આવે છે જેમાં ચૈત્ર માસમાં મહાકાળી માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે પાવાગઢ પગપાળા આવતા હોય છે ત્યારે તેમના માટે કલરવ સ્કૂલ દ્વારા એક દિવસની ખાસ સેવા આપવામાં આવી હતી જેમાં કલરવ સ્કૂલ દ્વારા 1500 લીટર છાશનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ગમોમથી પાવાગઢ જતા પગપાળા પદયાત્રીઓ માટે આ સેવકિય કરવામાં આવી સૌ પદયાત્રીઓને છાશનું વિતરણ કરાયું હતું જેમાં આ સેવા આપવાનો મુખ્ય આશય શાળાના વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના કેળવાય તેમજ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સાથ સહકારની ભાવના ઉજાગર થાય તેને અનુલક્ષીને સેવાકીય પ્રવુતિ કરાઈ હતી જેમાં આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી ડૉ. કલ્પના જોશીપુરા, શાળાના ટ્રસ્ટી શ્રી હાર્દિક જોશીપુરા, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજર રહી ભરપૂર સાથ સહકાર આપ્યો હતો જેને લઈ આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.