*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..