UGVCLના વીજ સૈનિક નું સરાહનીય કામ....
બાળકીને કોઈક જમીનમાં દાટી ને જતું રહેલ તે બાળકી નો રડવાનો અવાજ સાંભળી ને તેને સલામત બહાર કાઢવામાં આવી
તારીખ : ૪/૫/૨૦૨૨ નાં સવારે ૯ કલાકે UGVCL ની ગાંભોઇ કચેરીની બાજુમાં આવેલાં ખેતરમાં ખેડૂત દ્વારા બુમો પાડતાં સદર કચેરીનાં ડી. એલ.વહોનીયા, ના.ઇ. તથા પી.એન.ડાભી, જુ.ઇ. અને હાજર તમામ લાઇન્સ્ટાફ દોડી ગયેલ અને સદર ખેતરમાં જઈ ને જોતાં નવજાત જન્મેલ બાળકીને કોઈક જમીનમાં દાટી ને જતું રહેલ હોઈ અને બાળકી નો રડવાનો અવાજ આવતો હતો અને જમીનમાં હલન ચલન થતું દેખાયેલ.
જેથી UGVCL ગાંભોઇ કચેરીના જાંબાઝ વીજ સૈનિક એવાં શ્રી યુ.એન.ચૌહાણ, ઇલે. આસી. એ તરત જ જમીનમાંથી દટાયેલી બાળકીને ઇજા ન થાય તે રીતે બહાર કાઢીને એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે તથા સદર સેવાનાં કાર્યમાં નાયબ ઈજનેર, જુનિયર ઈજનેર અને તમામ લાઇન્સ્ટાફ ના કર્મચારીઓ એ સાથ આપેલ છે.
તો સદર બાળકીનો જીવ બચાવનાર ગાંભોઈ ugvcl ના કચેરીના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન અને સલામ છે.