ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સુચના આપવામાં આવેલ. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે આપવામાં આવી હતી. જેમાં વિવિધ અરજીઓ મળેલ. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા લેવાતા *કુલ-૦૫* ગુનાઓ દાખલ કરવામાં આવેલ. 

*જેમા તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ વડીયા પો.સ્ટે.૦૧* તથા *સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.-૦૧* તથા *તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.-૦૧,નાગેશ્રી પો.સ્ટે.-૦૧ તથા અમરેલી તાલુકા પો.સ્ટે.-૦૧* મળી આજ દીન સુધીમાં વ્યાજખોરો વિરૂધ્ધમાં *કુલ-૦૫* ગુનાઓ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

આ જુંબેશ *૦૫,જાન્યુઆરી ૨૦૨૩ થી ૩૧,જાન્યુઆરી ૨૦૨૩* સુધી ચાલશે. 

આ અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ *૦૨૭૯૨-૨૨૩૪૯૮* પર સંપર્ક કરી શકે છે.