નવાબંદર અને ગીરગઢડા પોલીસે ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડ્યો હોવાથી આજે નવાબંદર અને ગીરગઢડા પોલીસ દ્વારા તમામ દારૂનો જથ્થો વાહન મારફતે ઉના સ્યુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યો હતો. તમામ અલગ અલગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ડબલાઓ નીચે ગોઠવામાં આવેલા અને તેની ઉપર બુલડોઝર ફેરવી તમામ દારૂનો જથ્થો નાશ કરાયો હતો
નવાબંદર પોલીસમાંથી દારૂ અને બીયરનાં ટીન-બોટલ મળી કુલ નંગ 3498 કિ. રૂ. 5 લાખ 07 હજાર 345નો મુદામાલ તેમજ ગીરગઢડા પોલીસમાંથી દારૂ અને બીયરનાં ટીન-બોટલ મળી કુલ નંગ 783 કિ. રૂ. 1 લાખ 80 હજાર 30નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા ડી વાય એસ પી, ગીરગઢડા અને નવાબંદર પી એસ આઈ તેમજ ડે. કલેકટર, મામલતદાર સહિતનો પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
 
  
  
  
   
   
   
  