ધ્રાંગધ્રા રાવળિયાવદર રૂટની એસટી બસમાં નારીચાણા ગામ રોડ પર બસમા સાપ ચડી જતા બસ રોડ પર ઊભી રાખી સાપ બહાર કાઢવા માંટે મેહનત કરી હતી. પરંતુ સાપ બહાર ન નીકળતા બસને ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં 5 કલાકની મેહનત બાદ બાદ સાપને રેસક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામા આવ્યો હતો.ચોમાસાની સિઝન સરૂ થતા ધ્રાંગધ્રા આસપાસ વિસ્તારમાં સાપ જોવા મળી રહ્યા છે. હજી સાપ રેસક્યુ કરનાર યુવાનને સાપે દશ દેતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાની ઘટનાની શ્યાહી સુકાઇ નથી.ત્યાં વધુ એક સાપ દેખાયાની ઘટના સામે આવી હતી.જેમાં ધ્રાંગધ્રાથી બપોરે એક વાગ્યે રાવળિયાવદર રૂટની એસટી બસ રાવળિયાવદરથી ધ્રાંગધ્રા પરત જવા માટે નીકળી હતી. ધ્રાંગધ્રા નારીચાણા ગામ પાસે પહોચતા રોડ પર સાપ જોતા ડ્રાઈવરે બસ ઊભી રાખતા સામેથી અન્ય વાહન આવતા સાપ બસના બારણામાંથી બસમાં ચડી ગયો હતો. આથી મુસાફરો દ્વારા બસ ડ્રાઈવર અને કડેક્ટરને જાણ કરતા બસ ઉભી રાખી હતી. અને મુસાફરો ઉતરી ગયા અને બસમાં ચેક કરતા સાપ જોવા મળ્યો હતો.આથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરતા સાપ બહાર ન નીકળતા બસને ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે લાવી સાપને રેસક્યુ કરવા માટે જીવદયા પ્રેમી યુવાનો જયેશભાઈ ઝાલા, રૂતુલભાઈ ધામેચા સહિતના યુવાનો દ્વારા લાંબી મેહનત બાદ સાપને રેસક્યું કરી જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવતા એસટી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લીઘો હતો.