આજરોજ જિલ્લા સેવા સદનનાં નવા કોન્ફરન્સ હોલ ખાતે રાજય માહિતી કમિશ્નરશ્રી કે.એમ.અધ્વર્યુંની અધ્યક્ષતામાં ડાઉટ ક્લિયરીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. RTI અંતર્ગત થયેલી અપીલોની સુનાવણી સમયે રાજય માહિતી કમિશ્નરશ્રીએ કુલ 11 જેટલી અપીલોનો નિકાલ કર્યો હતો અને સંલગ્ન અધિકારીશ્રીઓએ કરવાની થતી કામગીરીથી તેઓને વાકેફ કર્યા હતા. RTI કાયદાની જનજાગૃતિ આવે તેમજ સત્તાધારી RTI અધિકારીશ્રીની કાયદાલગત તમામ મુશ્કેલીઓ દુર થાય તે માટે આજરોજ રાજય માહિતી કમિશ્નરશ્રી કે.એમ.અધ્વર્યું ખુદ પાટણ આવ્યા હતા.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

    સામાન્ય રીતે આયોગમાં ગયેલી RTI અપીલની સુનાવણી રાજ્ય માહિતી આયોગ ગાંધીનગરમાં થતી હોય છે. અપીલની સુનાવણી માટે અધિકારીશ્રી અને અરજદારે ખુદ રાજ્ય માહિતી આયોગમાં જવાનું થતુ હોય છે, પરંતુ આજે જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલમાં જ RTI અપીલની સુનાવણી માટે કોર્ટ ઉભી કરવામાં આવી હતી. જેમાં અધિકારીશ્રી અને અરજદાર બંનેને સામ-સામે રાખીને રાજય માહિતી કમિશ્નરશ્રી કે.એમ.અધ્વર્યુંએ કુલ 11 જેટલી અપીલોનું નિરાકરણ કર્યું હતુ.આજરોજ રાજય માહિતી કમિશ્નરશ્રી કે.એમ.અધ્વર્યું ખુદ અરજદારોને સાંભળવા માટે પાટણ જિલ્લામાં આવ્યાં હતા અને તેઓના પ્રશ્નોનું ત્વરિતપણે નિરાકરણ કર્યું હતું.

    રાજય માહિતી કમિશ્નરશ્રીએ સુનાવણી સેશન બાદ જિલ્લાનાં અધિકારીશ્રીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજય માહિતી કમિશ્નરશ્રીએ અધિકારીશ્રીઓને RTI કાયદો શું છે? RTI અરજી અંતર્ગત કંઇ રીતે કાર્યવાહી કરવી? કઈ રીતે રેકર્ડ રાખવા? જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીશ્રીઓએ RTIનું રજીસ્ટર કઈ રીતે મેન્ટેઈન કરવું? વગેરે જેવી તમામ બાબતોની ઝીણવટ પૂર્વકની માહિતી આપી હતી. રાજય માહિતી કમિશ્નરશ્રીએ અધિકારીશ્રીને જરૂરી સૂચનો કરીને તેઓને માર્ગદર્શિત કર્યા હતા. પરિસંવાદ દરમિયાન જિલ્લાનાં અધિકારીશ્રીઓએ RTI અરજીઓને લઇને તેઓને મૂંજવતા પ્રશ્નો રાજય માહિતી કમિશ્નરશ્રીને પૂછ્યા હતાં. કમિશ્નરશ્રીએ દરેક અધિકારીશ્રીઓના પ્રશ્નોનાં વિસ્તૃતમાં જવાબો આપ્યાં હતાં તેમજ પોતાના અનુભવો પણ અધિકારીઓ સાથે શેર કર્યા હતા.

    રાજ્ય માહિતી કમિશ્નરશ્રી કે.એમ. અધ્વર્યુંએ પરિસંવાદમાં અધિકારીશ્રીઓને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, પારદર્શક વહીવટ માટે RTI કાયદો ખુબ અગત્યનો છે. અરજદારોએ પૂર્વાગ્રહ વગર માંગેલી માહિતી તેઓને મળી તેવી સુચારુ વ્યવસ્થા દરેક કચેરીઓમાં થાય તે ખુબ જરૂરી બની રહી છે. તમામ અધિકારીશ્રીઓએ RTI અંતર્ગત આવેલી અપીલોને અગ્રતા આપીને સમયમર્યાદામાં અપીલનો જવાબ આપવો જરૂરી છે. તેથી અરજદારોની અપીલોને ધ્યાનમાં લઈને 30 દિવસમાં અપીલનો જવાબ આપવા માટે રાજ્ય માહિતી કમિશ્નરશ્રી કે.એમ. અધ્વર્યુંએ અધિકારીશ્રીઓને ખાસ સુચન કર્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે, RTI અંતર્ગત આવેલી અપીલોનો જવાબ જો પારદર્શિકતાથી આપવામાં આવશે તો જ કાયદાની વિભાવના સાચા અર્થમાં સાર્થક થઈ શકશે.  

    આજરોજ રાજય માહિતી કમિશ્નરશ્રી કે.એમ.અધ્વર્યુંની અધ્યક્ષતામાં આયોજીત ડાઉટ ક્લિયરીંગ સેશનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તેમજ જિલ્લાના તમામ વિભાગનાં અધિકારીશ્રીઓ/જાહેર માહિતી અધિકારીશ્રીઓ, અપીલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.