ખેડબ્રહ્મા તાલુકાના મધુનગરકંપા ખાતે આશરે બે વર્ષ પહેલા બનાવેલો ભૂગર્ભ સંપ હોવા છતા પાણી વિના વલખા મળતા ગ્રામજનો 

વારંવારપાણી પુરવઠામાં રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળ્યુ

ખેડબ્રહ્મા તાલુકાના મધુનગર કંપા ખાતે નલ સે જલ યોજના નો ફીયાસ્કો થયો છે વર્ષ 2021/22 અંતર્ગત આ સંપ બનાવવા મા આવેલ છે પરંતુ પાણી આજરોજ સુધી મળ્યુ નથી 

ખેડબ્રહ્મા તાલુકાના મધુનગરકંપા મા પાણીપુરવઠા વિભાગ દ્રારા આસરે બે વર્ષ પહેલા નો ભુગર્ભ સંપ બનાવામા આવ્યો છે તેમા આજ દિન સુધી માત્ર એકાદ વખત પાણી ટેસ્ટિંગ માટે આવ્યુ હતુ જે બાદ અમો ગ્રામજનો ને એ વારંવાર રજૂઆત કરી પણ પરીણામ શુન્ય મળેલ તેથી ગ્રામજનો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવો પડસે તેવુ જણાવ્યુ હતુ

આ અંગે મધુનગર કંપા ના રહીશ નિખિલભાઇ એ જણાવ્યું હતું કે આ સંપ બનાવ્યા પછી સરકાર દ્વારા પાણી કોઈ દિવસ ભરવામાં આવ્યું નથી અને હાલ દૂધ મંડળીના વપરાશ માટે તેમાં અમારા બોર માંથી મોટર લગાવી અમો અહીંયા પાણી ભરીએ છીએ સરકાર ના પ્રતિનિધિ કોઈ જોવા સુધા પણ કોઈ આપ્યું નથી