દેવગઢ બારીયાના પીપલોદ ગામે પુરપાટ દોડી આવતી બાઈકે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા ૫૭ વર્ષીય વૃધ્ધને અડફેટમાં લઈ ટક્કર મારતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ૫૭ વર્ષીય વૃધ્ધને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તેમજ બાઈક ચાલકને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

રિપોટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

પીપલોદ ગામના વિશાલભાઈ અર્જુનભાઈ બારીયા તેના કબજાની જીજે-૩૫ એ-૯૮૧૦ નંબરની મોટર સાયકલ પરમ દિવસે રાતે સાડા સાત વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ પીપલોદ ગામે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા પીપલોદ ગામના અરવીંદભાઈ રમણલાલ પંચાલને અડફેટમાં લઈ ટક્કર મારતાં અરવીંદભાઈ રમણલાલ પંચાલની સાથે સાથે મોટ સાયકલ ચાલક વિશાલભાઈ બારીયા પણ રોડ પર પટકાતાં ૫૭ વર્ષીય અરવીંદભાઈ પંચાલને માથાના ભાગે તમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી તેમજ વિશાલભાઈ બારીયાને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ૫૭ વર્ષીય ગંભીર ઈજાગ્રસ્ત અરવીંદભાઈ રમણલાલ પંચાલનું મોત નિપજ્યું હતું.

આ સંબંધે પીપલોદ ગામના મરણજનાર અરવીંદભાઈ પંચાલના પુત્ર દિપકુમાર અરવીંદભાઈ પંચાલે નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલિસે પીપલોદના મોટર સાયકલ ચાલક વિશાલભાઈ અર્જુનભાઈ બારીયા વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.