બનાસકાંઠાં જીલ્લામાં ડીસા તાલુકાના ભડથ થી ડાવસ ગામ તરફ જવાનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હતો . જેથી ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂ કર્યા બાદ તંત્ર દ્વારા 7 મહિના અગાઉ આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી . તે સમયે અહીં અંદાજિત અઢી કિલોમીટર સુધી મેટલ પાથરવામાં આવ્યો હતી , પરંતુ ત્યારબાદ અચાનક કોન્ટ્રાક્ટરે રોડની કામગીરી બંધ કરી દીધી હતી અને હજુ સુધી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી . જેના કારણે આ રોડ પરથી પસાર થતા રોજના હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે . મેટલ પાથર્યા બાદ હજુ સુધી રોડ ન બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો , પશુપાલકો , શાળાએ જતા બાળકો અને બાઈક ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે . : - બ્યુરો અહેવાલ