ખેડબ્રહ્મા ડેપોમાં પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો
ખેડબ્રહ્મા તાલુકાના જુનિયર ક્લાર્કના ઉમેદવારોને પરિક્ષા માટે અરવલ્લી જિલ્લામા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓ વહેલી સવારે ખેડબ્રહ્મા ડેપોથી પોતાના પરિક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા પણ પરિક્ષા રદ રહેતા વિદ્યાર્થીઓ ગુજરાત એસટી મા પરત આવતા હતા ત્યારે તંત્ર ઘ્વારા પરત આવવાનું ભાડું માફ કર્યું હતું પણ ખેડબ્રહ્મા ડેપોની બસો ઘ્વારા ભાડું લેવામાં આવતા ખેડબ્રહ્મા પહોંચી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો જેથી ખેડબ્રહ્મા પી.એસ.આઈ. જે.વી.દેસાઈ અને સ્ટાફ બસ સ્ટેશન પહોંચી પરિસ્થિતિ કાબુમા લીધી હતી અને વિદ્યાર્થી ઓને તેમના ભાડા ના પૈસા પરત ચૂકવયા હતા 70 થી 80 વિદ્યાર્થીઓને પહોંચી વળવા પોલીસે એક બારી પર જાતે જ પૈસા પરત કરવાની કામગિરી કરવી પડી હતી સવારના 11.20 કલાક સુધી ડેપોમા મેનેજર પણ આવેલ ના હતા જેથી ટ્રાફિક કન્ટ્રોલર પ્રકાશભાઈને પૂછતા તેમને મને કાઈજ ખબર ના હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.