ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ પર્વ પર હવામાનને લઈ શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે.અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળ - વાયુ રહે. દેશના કેટલાક ભાગોમાં જાન્યુઆરી તા.12 સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ રહે. ઠંડીમાં વધઘટ રહેવાની સંભાવનાઓ પણ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्विटर, मेटा और माइक्रोसॉफ्ट के बाद अमेज़न से होगी 10,000 कर्मचारियों की छंटनी, ये है बड़ी वजह
दुनिया की बड़ी दिग्गज रिटेल कंपनी अमेज़न (Amazon) अपने 10,000 कर्मचारियों को नौकरी से निकालने जा...
દેશના કુલ 33 સ્થળો પર CBIએ પાડ્યા દરોડા, જાણો કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ
દેશના કુલ 33 સ્થળો પર CBIએ પાડ્યા દરોડા, જાણો કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ
દિયોદરના મુલકપુર નજીક પ્રેમલગ્ન મામલે પોલીસ પર હુમલો કરી યુવતીનું અપહરણ કરનાર 4 શખ્સોને ઝડપ્યા
બનાસકાંઠા દિયોદરના મુલકપુર પાસે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને જવાબ માટે લઈ જતી વખતે ચાર થી પાંચ...
Samsung Galaxy A15 vs Vivo T2 Pro 5G : कैमरा से लेकर बैटरी तक जानिए कौन सा फोन है बेहतर
हाल ही में सैमसंग ने अपना बजट फ्रेंडली फोन यानी Samsung Galaxy A15 को लॉन्च किया है। इस फोन में...