સન્માનમાં ફુલહાર નહીં પણ ચોપડા આપો..
ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી..
શિક્ષણ થકી જ વિકાસ શક્ય છે તેવા સંકલ્પ સાથે કોઈપણ ગરીબ વંચિત બાળક શિક્ષણથી વંચિત ના રહે શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણ લેતા બાળકોને મદદરૂપ થવાય તેવા શુભ આશય સાથે સન્માનમાં ફૂલ નહીં પણ ચોપડા આપો ની જાહેરાત કરનાર ડીસા વિસ્તારના ઉત્સાહી સર્વગ્રાહી માનવતા વાદી યુવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની આ પહેલથી સૌ કોઈ ડીસા વાસીઓ, શુભેચ્છકો આવા પ્રેરણાદાયી વિચારોથી પ્રભાવિત થયા છે. અને તેમના આ સંકલ્પને સાર્થક કરવા માનનીય શ્રી પ્રવીણભાઈ માળીના સન્માનમાં ચોપડાઓ હોશભેર આપી વિજય ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
શુભેચ્છકો દ્વારા આવેલા ચોપડાઓ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને સૌ કોઈ વિજય ઉત્સવ ના ભાગીદાર બને તે માટે માન. શ્રી પ્રવીણભાઈ માળી ધારાસભ્યશ્રી ડીસા ના પ્રતિનિધિ તરીકે શ્રી અનિકેતભાઈ ઠક્કર અને શ્રી રાજુભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે શિક્ષણ મેળવતા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતાચો..
પડા વિતરણ માં શ્રી સર્વમંગલમ વિદ્યાલય ની પસંદગી કરવા બદલ માનનીય ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીઅને એમની ટીમ નો સર્વ મંગલમ વિદ્યાલય પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરી તેમના નવીનતાસભર પ્રેરણાદાયક,વિચારશીલ વિકાસશીલ વિચારને બિરદાવ્યો હતો