ગુજરાતમાં હાલમા જ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણીનો દોર આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ખેડા- બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત અન્ય નગરપાલિકાઓની રાજ્યમાં ચૂંટણી યોજાઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ટકા અનામત આપવી એ મામલે વિવાદો થયા બાદ નવા સમાચાર એવા છે કે સરકારને ઝવેરી પંચે અનામત અંગેનો રિપોર્ટ આ મહિનામાં સોંપી દે તેવી ચર્ચા છે. કહેવાય છે કે 20થી 27 ટકા અનામત ફાળવાય તેવી સંભાવના છે. ઝવેરી પંચના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર ગ્રામપંચાયતોની ચૂંટણીનું એલાન કરી શકે છે.