સુરેન્દ્રનગરમાં રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે અલતાફ ગુલામહુસેન મોવર લોન પર ઈકો કાર લઈ વરધીમાં ચલાવતા હતા. જે દરમિયાન મોઈન ઈકબાલ કાજીએ અમદાવાદની સીમેન્ટ ફેકટરીમાં રર હજારના માસીક ભાડેથી કાર આપવાની વાત કહી હતી. જેમાં ઈમ્તીયાઝભાઈ એગ્રી થયા હતા અને એડવાન્સ ભાડુ રૂ।.22 હજાર આપી મોઈન કાર અને આરસી બુક લઈ ગયો હતો. ગત તા. 13 જુને ઈમ્તીયાઝભાઈ કારનો હપ્તો ભરવા જતા કાર વેચવા ખોટી એનઓસી કઢાવાઈ હોવાની માહિતી મળી હતી.આથી તપાસ કરતા મોઈને ઈમ્તીયાઝભાઈ ઉપરાંત સતાર મુસ્તાકભાઈ ભટ્ટી, અકબર હસનભાઈ જામ, સીદ્દીક ઉર્ફે હબીબ જુસબભાઈ મોવર, રફીક કરીમભાઈ પારેડી અને ઈરફાન વસીમભાઈ ચૌહાણ સાથે પણ આ જ રીતે છેતરપિંડી થઈ હોવાની વિગતો મળી હતી. આથી ઈમ્તીયાઝભાઈએ ગત તા. 14મી જુલાઈએ મોડી રાત્રે મોઈન ઈકબાલભાઈ કાજી સામે એ ડીવીઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. બનાવના તપાસ અધીકારી પીએસઆઈ પી.બી.રમલાવતે તપાસ કરતા ખોટી એનઓસી રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સત્યમપાર્કમાં રહેતા રાજદીપ જગદીશભાઈ રૈયાણીએ કાઢી આપી હોવાનું બહાર આવતા તેને ઝડપીને જેલ હવાલે કર્યો હતો.ત્યારે જેલવાસ દરમીયાન અરજદારે જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીઅ દલીલો કરતા જણાવ્યુ કે, સહ આરોપી મુખ્ય આરોપી સાથે સતત ટેલીફોન સંપર્કમાં હતો. અરજદારે આવા અનેક ગુનાઓ આચર્યા છે. આ કેસના અન્ય આરોપીઓ પકડવાના બાકી છે. ત્યારે જો અરજદાર આરોપીને જામીન પર મુકત કરાય તો ફરાર આરોપીઓને પ્રોત્સાહન મળશે. આથી સુરેન્દ્રનગર સેશન્સ જજ પી.એસ.ગઢવીએ અરજદાર રાજદીપ રૈયાણીની જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं