ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી છુટી બોટલોતેમજ પાઉચ મળી કુલ નંગ-૫૦૦ કિ.રૂ-૮૫,૮૨૦ /-તથા મોબાઈલ નંગ-૦૨ કિ.રૂા.૨૦૦૦૦/- તથા ટેમ્પો કિ.રૂ-૨,૦૦૦૦૦/- એક મળી કુલ કિ.રૂા.૩,૫૮૨૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા”

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબે જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા

શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર તથા એ.બી.ભટ્ટ પો.સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ શ્રી પી. એલ. આહીરપો. સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કુચાવાડા ટોલનાકા પાસે આવતા બાતમી હકીકત મળેલ કે,“એક સફેદ કલરનો ટેમ્પો રજીસ્ટર નં-G.J.08.AW.0674 વાળાના ડાલામાં ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડાથી દાંતીવાડા તરફ આવનાર છે..”જે હકીકત આધારે કુચાવાડા ટોલનાકા પાસે વોચમાં હતા તે દરમ્યાન સદરે ટેમ્પો પકડી લીધેલ જે ટેમ્પોના ડાલામાં બનાવેલ ગુપ્ત ખાનામાં ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી છુટી બોટલો તેમજ પાઉચ મળી કુલનંગ-૫૦૦ કિ.રૂા.૮૫,૮૨૦ /-નો રાખી હેરાફેરી કરી ટેમ્પોની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કિ.રૂા.૨૦૦૦૦/-મળી કુલ કિ.રૂા.૩,૫૮૨૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧)દલપતરામ ગણેશાજી જાટ રહે સજારા તા- સાચોર જી.જાલોર (રાજસ્થાન) તથા(૨) નરેન્દ્રસિહ હડમતસિહ દેવડા રહે ધામસણ તા- રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન) વાળાઓ પકડાઈ જઈ તથા પપ્સા ઉફે હીરસિહ ભીખસિહ રાજપુત રહે કિલવા તા- સાચોર જી. જાલોર (રાજસ્થાન) વાળાએ માલ ભરાવી તથા આણંદ મુકામે આપવાનો સદરે આરોપીઓ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.