હાલમાં વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઇ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જેથી શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણીની સમસ્યાને ઘ્યાને લઇ સુરત મહાનગરપાલિકાના માન. મેયર દક્ષેશભાઇ માવાણી, માન. ડે. મેયર ર્ડા. નરેશ પાટીલ,માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, માન. કમિશનર શાલિની અગ્રવાલ,માન. શાસકપક્ષ નેતા શશીબેન ત્રિપાઠી,માન. દંડક ધર્મેશ વાણિયાવાળા અને સ્થાનિક મ્યુ. સદસ્યઓ અને અધિકારીઓ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ઘાસ્તીપુરા ખાતે આવેલ ફલડગેટની સ્થળ મુલાકાત લઇ સ્થળ પરની પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું
વધુમાં તેઓએ ઉકાઇ ડેમમાંથી ગઇકાલે ર.૮૯ લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલ પાણીની સમસ્યાને ઘ્યાને લઇ સ્થાનિકોની પરિસ્થિતી અંગે માહિતી મેળવી હતી.
ઉકાઇ ડેમમાંથી 15/09/2023 ના તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઇ જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ પ ફલડ ગેટ બંધ કરવામાં આવેલ છે.
તાપી નદીના કિનારેથી નિચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામત સ્થળે સ્થળાતંર કરાવવામાં આવેલ છે.
જે પૈકી રેવાનગરમાં રહેતા ૧૧ ફેમીલીના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓને અને સુરક્ષાને ઘ્યાને લઇ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અંદાજિત ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાતંર કરાવવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકા ઘ્વારા ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી તથા ફલડ ગેટનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહયું છે.
સુરત મહાનગરપાલિકાની ટીમ મારફત નિચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડ,પાણી અને હેલ્થની સુવિધા આપવા સહિતની આનુસાંગિક કામગીરી કરવામાં આવી રહેલ છે.
વધુમાં તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય, તાપી નદીના કિનારાના વિસ્તારો પર અવર-જવર ન કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર:હિરેન પરમાર સુરત