આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા હોય,
એલ.સી.બી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય, એ દરમિયાન બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના કોટડી ગામેથી એક ઇસમને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા પકડી પાડી , પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
રાકેશ ભગવાનભાઇ સાંખટ , ઉં.વ .૨૧ , રહે.કોટડી , તા.રાજુલા , જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ
મોનોસ્કાય ( પ્લાસ્ટીક દોરી ) રીલ નંગ – ૪૦ કુલ કિ.રૂ .૧૨,૦૦૦ / - નો મુદ્દામાલ,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ . પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ . વિનુભાઇ બારૈયા , યુવરાજસિંહ વાળા , લીલેશભાઇ બાબરીયા , ગોકળભાઇ કળોતરા દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.