મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા પરિવારની સગીરાને ત્રણ યુવકોએ બદનામ કરવાનાં ઇરાદે એકલતાનો લાભ લઇ છરી બતાવી છેડતી કરી હતી.આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.મૂળી તાલુકામાં ગુનાહિત પ્રવૃતિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને ગામનો જ યુવક રમેશભાઇ ખેતાભાઇ પારધી એકલી મળે ત્યાં બાવડુ પકડી ભગાડી જવાની ધમકી આપતો હતો.ત્યારે તેનો મિત્ર મહેશભાઇ લાલજીભાઇ ચૌહાણે સગીરાને મંદિરવાળી ગલી પાસે બોલાવી તેમજ રાહુલભાઇ જગાભાઇ પારધીએ બાથ ભરી મોબાઇલમાં ફોટા પાડી લીધેલ અને છરી બતાવી પરેશાન કરેલ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સરલાનાં રમેશ પારધી,મહેશ ચૌહાણ,તેમજ રાહુલ પારધી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જિલ્લામાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાના તથા પજવણી કરવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સગીરાની પજવણી કરતાં કે તેમને ભગાડી જતાં યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं