અંબાજી બ્રેકિંગ...બનાસકાંઠા
અંબાજી ટેલીફોન એક્સચેન્જ ઓફિસ જવાના માર્ગ પર ભરાયું પાણી...
પાણી ભરાતા શાળાએ જતી બાળાઓ પાણી માંથી ચાલવા બની મજબૂર...
અંબાજી વિસ્તારમાં વરસાદના પગલે સંસ્કૃત પાઠશાળા નજીક ઘૂંટણ સુધી પાણી ભરાયું...
સામાન્ય વરસાદમાં પણ આ જગ્યાએ ભરાય છે પાણી...
અહીં પાણી ભરાતા પાણી નીકળવાની જગ્યા ન હોવાથી પડે છે ભારે પરેશાની..
પાણી નીકળવાની જગ્યા ઉપર માટી નાખી બંધ જગ્યા કરાઈ હોવાના આક્ષેપ...
રાહદારીઓ સહિત શાળાએ જતી બાળાઓ થાય છે હેરાન પરેશાન...
જુના નાકા વિસ્તાર,સર્કિટ હાઉસ સહિત અનેક વિસ્તારનું પાણી થાય છે અહીં ભેગુ...
તંત્રને અનેકવાર રજૂઆત છતાં તંત્રના બહેરાકાને નથી પહોંચતી અવાજ...
શું તંત્ર મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ બેઠું છે...
અવારનવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું..
અંબાજી સંસ્કૃત પાઠશાળા નજીક ટેલીફોન એક્સચેન્જ ઓફિસ તરફ જવાના માર્ગ પર ભરાયું ઢીંચણસમા પાણી....