મહેસાણા : તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું કર્યું હતું. જે કેસમાં પરિવારજનોએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં મહેસાણા તાલુકા PI આર.એસ.પરમારે અને તેમના PSI બી.એમ પટેલે વ્યાજ ખોરો વિરુદ્ધ તપાસ કરવામાં બેદરકારી રાખતા આખરે બંનેને સસ્પેન્ડ કરી દેવાની વિગતો સામે આવી છે. મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં સમગ્ર મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા તાલુકાના પોલીસ મથકમાં થોડા દિવસ અગાઉ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ તપાસ દરમિયાન મહેસાણા તાલુકા પી.આઈ આર.એસ.પરમાર અને પી.એસ.આઈ બી એમ પટેલને બેદરકારી દાખવી હતી. જે મામલે બને પોલીસ અધિકારીઓને હાલમાં તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.