ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..