ગુન્હાની વિગત-
આ કામની હકીકત એવી છે કે, આ કામના આરોપી જશવંતભાઇ હિંમતલાલ શાહ રહે. રાજુલા, હાલ રહે.રાજકોટ, વાળા
મંડળીના પગારદાર કર્મચારી એટલે કે રાજ્ય સેવક હોય, અને તેઓએ તેની કાયદેસરની મંત્રી તરીકેની ફરજો અને જવાબદારી વિરૂધ્ધ તથા સહકારી કાયદાની જોગવાઇઓ વિરૂધ્ધ મંડળીમાં તેમની મંત્રી તરીકેની ફરજ બજાવી.
મંડળીમાંથી ૨કમ રૂપિયા ૪૬,૫૦,૦૦૦/- અંકે રૂપીયા છેતાલીસ લાખ પચાસ હાજર પુરાની અલગ-અલગ લોન/ધિરાણ કેસોના તદન ખોટા ડોક્યુમેન્ટો બનાવી. અને
ખોટા દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી, અને અલગ- અલગ હેડે લોન કેસોની રકમનો ઉપાડ કરી લઇ તે રકમ અંગત ઉપયોગમાં લઇ ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળી સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત અને ઠગાઇ કરી અને નાણાકીય રકમની ઉચાપત કરી મંડળીના રેકર્ડ સાથે ચેડા કરી, અને
મંડળીના પ્રમુખ તથા વ્ય. કમીટી સભ્યોશ્રીની જાણ બહાર અને અંધારામાં રાખી ઉપરોકત રકમની નાણાકીય ઉચાપત કરી ગુન્હો કરેલ હોય.
જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા નાગેશ્રી પો.સ્ટે.માં પાર્ટ એ ગુ. રજી. નં.૧૧૧૯૦૪૦૨૩૦૦૭/૨૦૨૩, આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૪૫, ૪૬૭ ૪૬૮ ૪૭૧, ૪૭૧) મુજબનો ગુન્હો તા.૧૭/૦૩/૨૦૨૩ ના ૩.૦૦/૧૫ વાગ્યે રજીસ્ટર થયેલ
અમરેલી જિલ્લામાં દાખલ થયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી . તેમના વિરૂધ્ધ પધોરણ સર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસન્ધાને
નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એ. ડાંગર તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત ગુન્હાના નીચે જણાવેલ આરો પીને ગણતરીની ક્લાકોમાં પકડી પા ડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ની વિગત --
(૧) જસવંતરાય હિંમતલાલ શાહ ઉં.વ.૫૫, ધંધો. પ્રા.નોકરી, રહે.હાલ રાજકોટ શહેર, ગ્રામઉધોગ મંદિર, પેડક રોડ, પેડક કવાર્ટસ રૂમ - ૧૦૯, તા.રાજકોટ,રહે. મુળ રાજુલા, છતડીયા રોડ, એસ.ટી. વર્કશોપ પાસે. યોગેશ્વર નગર, તા.રાજુલા, જિ.અમરેલી,
આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એસ.ડાંગર તથા હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. પ્રવિણભાઇ લાખાભાઇ મકવાણા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.