દાહોદ શહેર સહિત જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં ઈસમો પર લગામ કસવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. વ્યાજખોરો દ્વારા ગરીબ, લાચાર વ્યક્તિઓ પાસેથી ઉંચા વ્યાજદરે નાણાં ધિરાણ કરી લોકોનું શોષણ કરી રહ્યાં છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

 ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એક મુહિમ હાથ ધરી આવા વ્યાજખોરો વિશે જાણકારી આપી લોકોની મદદ કરવા અપીલ કરી છે ત્યારે દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતાં મન્સુર જેનુદીન ટીનવાલાએ દાહોદ શહેરના મારવાડી ચાલ પાસે રહેતા રાજુભાઈ ઉદેસીંગ સાંસી વિરૂધ્ધ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે વ્યાજખોર રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસી વિરૂધ્ધ ગુનો નોંધી તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.