મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં મધ્ય રાત્રિએ ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટનામાં એક ગાય નું મોત નીપજયું છે તો બીજી તરફ ડેભારી ગામે રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે,હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મહિસાગર જીલ્લામાં રવિવારની મધ્ય રાત્રિએ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે કોયડમ ગ્રામ પંચાયતમા આવેલ જાંબુડી ગામના નટવરભાઈ ગલાભાઈ બારીયાની ઘરની બાજુમાં બાંધેલી ગાય પર અચાનક રાત્રીના સમયે વિજળી પડતાં ગાયનું કરૂણ મોત નીપજયું હતું ત્યારે વિજળીના લીધે મકાનની સ્વીચબોર્ડ સહિતના ઈલેક્ટ્રોનિક વસ્તુઓને પણ ભારે નુકસાની આવી હોવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ ડેભારી ગામના દરજી મયુરભાઈ અંબાલાલના રહેણાંક મકાનની પાછળના ભાગની પ્રોટેક્શન દિવાલ ભારે વરસાદ પગલે ધરાશાયી થઈ હતી જોકે તાલુકામાં બંન્ને ઘટનાઓને પગલે બંને પરીવારોમા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલતો બંને વિસ્તારોની ઘટનાને લઈને સ્થાનીક ગ્રામ પંચાયત દ્વારા પંચકયાસ કરી પરીવારોને સહાય મળે તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે...