ખેડબ્રહ્મા પાલિકાની 4 જાન્યુઆરીએ કારોબારી સમિતિમાં સને 2023-24 નું બજેટ કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટે રૂ.58.81 કરોડનું બજેટ મંજૂર કરી તા. 6 જાન્યુઆરીના રોજ પાલિકાના પ્રમુખ સાગરભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભામાં ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના માર્ગદર્શનમાં એકાઉન્ટટ શૈલેષકુમાર બસેટાએ રજૂ કરતાં 58.81 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. મુખ્ય આવકોમાં કર અને વેરા - 270 લાખ, ઓક્ટ્રોય - 100 લાખ, ગ્રાન્ટ - 3775 લાખ, તથા અન્ય આવક રૂ. 418 લાખ મળી કુલ 58.81 કરોડની આવક સામે મહેકમ -189 લાખ, વોટર વર્કસ -142 લાખ, જાહેર આરોગ્ય - 190 લાખ, ગટર વ્યવસ્થા- 78 લાખ, તથા અન્ય ખર્ચ મળી મળી કુલ 58.81 કરોડનો ખર્ચ અંદાજાયો છે. જ્યારે સને 2023-24 માં 18.70 કરોડની પુરાંત અંદાજાઇ છે.