અર્બન મેટ્રો, સુરત

         નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિતે બારડોલી તાલુકાના હરીપુરા ગામે તા.૧૯-૦૧-૨૦૨૩ના રોજ યોજાનાર આઇકોનિક કાર્યક્રમોના અનુસંધાને જિલ્લાભરની હાઈસ્કુલ શાળાઓમાં નિબંધ, વકૃત્વ, રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું છે. તેમાં વિદ્યાર્થીઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝને પોતાની કલ્પાનાઓમાં સાકાર કર્યા છે. ચિત્ર સ્પર્ધા , ૪૫૮ મા.શાળા ઓ માં યોજાઇ અને૭૬૮૨ જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો, જ્યારે રંગોળી સ્પર્ધા માં૩૦૯હાઈસ્કૂલ ના ૫૨૬૭ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો.વકૃત્વ સ્પર્ધા માં ૫૪૨હાઈસ્કૂલ ના ૫૮૬૪ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો આ વિવિધ સ્પર્ધાથી શાળા હાઇસ્કુલના વિદ્યાર્થીઓમાં લોકલાડીલા નેતા સુભાષચંદ્ર બોઝના જીવન કવન વિશે અને આઝાદીની લડતમાં તેઓની ભુમિકાથી અવગત થયા છે.નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદીના જંગમાં અને કોગ્રેસ પ્રમુખ તરીકે તેઓના જીવનને સ્પર્શતા સ્થળોમાં બારડોલી તાલુકાના હરીપુરાનો પણ સમાવેશ થાય છે.