દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અનડીટેકટ ખૂનની કોશિશના ગુનામાં આર્મીમેન સહિત બે ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી, ખૂનની કોશિશનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુન્હાની વિગતઃ-
ગત તા.૨૪/૦૪/૨૦૨૩ નાં રોજ રોહીતભાઇ જગદીશભાઇ પરમાર, ઉ.વ.૨૩, રહે.રાભડા, તા.લાઠી, જિ.અમરેલી વાળા તથા શાખપુર એસ.બી.આઈ. બેન્કમાં કેશિયર તરીકે કામ કરતા અંકિતભાઈ રમેશભાઇ સૈની બન્ને મોટર સાયકલ લઈને શાખપુર ગામેથી દામનગર તરફ આવતા હતા, તે દરમિયાન
વગડીયા હનુમાનજીનાં મંદિસ્થી આશરે દોઢેક કિ.મી. દુર બે અજાણ્યા પુરૂષ ઇસમો મોટર સાયકલ સ્પ્લેન્ડર પાછળના નંબર ૧૩૬૮ લઇ પીછો કરી,
અજાણ્યા મોટર સાયકલ ઇસમો પૈકી બ્લ્યુ કલરનો શર્ટ તથા પેન્ટ પહેરેલ ઇસમે અંકિતભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે ડાબા પડખે છરા વડે ગંભિર ઇજા કરી, પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડી ગુનો કરેલ હોય,
જે અંગે રોહીતભાઇ જગદીશભાઈ પરમારે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૪૦૧૭૨૩૦૦૯૦/૨૦૨૩આઈ.પી.સી. કલમ ૩૦૭.૩૪ જી.પી.એકેટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનર્કીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા ગંભીર અનડટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધવામાં આવેલ અને
ફરીયાદીએ જણાવેલ વર્ણન વાળા ઈસમો તથા અજાણ્યા આરોપીઓના મોટર સાયકલની તપાસ તજવીજ કરતા,
તા.૨૫/૦૪/૨૦૨૩ નાં રોજ ચોક્કસ બાતમી હકિકત આધારે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે ઉપરોકત ખૂનની કોશિશના બન્ને આરોપીઓને પકડી પાડી, પુછ પરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત આપતા પકડાયેલ બન્ને આરોપીઓને આગળની કાર્યવાહી થવા દામનગરપોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મનીષ ઉર્ફે ફૌજી ભગવાનભાઇ ડેર, ઉ.વ.૨૫, રહે.સરકારી પીપળવા, તા.લાઠી, જિ.અમરેલી,
(૨) સતિષ બાબુભાઇ ચૌહાણ, ઉ.વ.૨૫, રહે.સરકારી પીપળવા, તા.લાઠી, જિ.અમરેલી.
પકડાયેલ આરોપીઓએ કરેલ ગુનાની કબુલાતની વિગતઃ-
પકડાયેલ આરોપી પૈકી મનીષ ઉર્ફે ફૌજી ભગવાનભાઇ ડેર ઇન્ડિયન આર્મીમાં છે. તેમની પત્નીનું બેન્ક એકાઉન્ટ શાખપુર એસ.બી.આઇ. બેન્કમાં હોય, જે બેન્કના એકાઉન્ટના એ.ટી.એમ. તેમજ અન્ય કામે જતા હોય,
આ બૅન્કમાં કેશિયર તરીકે કામ કરતા અંકિતભાઈ રમેશભાઇ સૈની આરોપી મનીષના પત્નીને બેન્કના કામ સબબ અવાર નવાર વોટસએપમાં મેસેજ કરતા હોય, જે મનીષને તેમના પત્નીએ વાત કરતા, આ મનીષ ઉર્ફે ફૌજીએ સતિષ બાબુભાઇ ચૌહાણ સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ એ.એમ.પટેલ તથા ઇ.ચા.પો.ઇન્સ. એસ.જી.દેસાઈ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.