દાહોદ જિલ્લામાં  છોરકીઓ હોઈ અને છોકરો થતો ન હોઈ તે બાબતે પતિ તથા સાસરીયા દ્વારા અવાર નવાર મહેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરી લેવા મજબુર કરતા ધાનપુરના રાછવા ગામની પરણીત મહિલાએ રાછવા ગામે મોતી નદીના કોતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

ધાનપુરના તરમકાચ ગામના વેડ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય રમીલાબેન પર્વતભાઈ ઢેડાભાઈ બારીયાની રાછવા ગામે પરણાવેલી દીકરી વર્ષાબેનને વસ્તારમાં બે છોકરીઓ હોઈ અને છોકરો થતો ન હોઈ તે બાબતે વર્ષાબેનના પતિ જગદીશભાઈ છબાભાઈ ચૌહાણ, સસરા છબાભાઈ ગોપસીંગભાઈ ચૌહાણ, સાસુ સતીબેન છબાભાઈ ચૌહાણ જેઠ ઈશ્વરભાઈ છબાભાઈ ચૌહાણ તથા જેઠાણી મમતાબેન ઈશ્વરભાઈ ચૌહાણ વગેરે ભેગા મળી અવાર નવાર શારીરીક અને માનસીક ત્રાસ આપી નાની મોટી વાતે મહેણા ટોણા મારી વર્ષાબેનને આત્મહત્યા કરવા મજબુર કરતા વર્ષાબેને રોજબરોજના આવા ત્રાસથી કંટાળીને ગામની નદીના કોતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સંબંધે મરણ જનાર વર્ષાબેનની માતા રમીલાબેન પર્વતભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલિસે મરણ જનાર વર્ષાબેનના પતિ જગદીશભાઈ છબાભાઈ ચૌહાણ, સસરા છબાભાઈ ગોપસીંગભાઈ ચૌહાણ, સાસુ સતીબેન છબાભાઈ ચૌહાણ, જેઠ ઈશ્વરભાઈ છબાભાઈ ચૌહાણ તથા જેઠાણી મમતાબેન ઈશ્વરભાઈ ચૌહાણ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૬, ૩૨૩, ૪૯૮(ક), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.