ખંભાત શહેરના કંસારી પ્રજાપતિવાસમાં ચાઈનીઝ દોરીની તપાસ માટે ગયેલી પોલીસ સાથે પિતા-પુત્ર સહિત ટોળાએ ધક્કામુક્કી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા એક પોલીસ જવાનને આંગણીના ભાગે ઇજા થતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતીનુસાર, ખંભાત બસ સ્ટેન્ડ પાછળ વખાડીયા મેનશન ખાતેથી સાહિલ સુરેશભાઈ ચુનારાને ચાઈનીઝ દોરીના એક ફિરકા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછ કરતા તે ફિરકો ખંભાતના કંસારી ખાતે રહેતા કિર્તન મહેન્દ્રભાઈ પ્રજાપતિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસ જગણો ભૂપતભાઈ, એલ.આર.ડી-સંજયકુમાર સહિત અન્ય રાત્રીના નવેક વાગ્યાના સુમારે કંસારીના પ્રજાપતિવાસમાં પહોંચ્યા હતા.જ્યાં કીર્તનને તપાસ માટે પોલીસ સ્ટેશને આવવાનું કહેતા જ ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું.અને કીર્તનના પિતા મહેન્દ્રભાઈ વચ્ચે પડીને ગમે તેમ બોલીને અમે ચાઈનીઝ દોરીની ફીરકી આપેલી નથી અમારું નામ ખોટું લખાવ્યું છે તેમ જણાવીને ધક્કામુક્કી કરતા સંજયભાઈને જમણા હાથના અંગુઠા ઉપર ઇજાઓ થવા પામી હતી.ત્યારે ધક્કામુક્કીનો લાભ લઇ કીર્તન ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતો.આ અંગે પોલીસની ફરજમાં રુકાવટનો કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368