PGVCL દ્વારા સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં જસદણ, જામનગર અને ધાંગધ્રા પંથકમાંથી ૫૮.૪૨ લાખની વીજચોરી ઝડપાઈ છે.પીજીવીસીએલ કોર્પોરેટ ઓફ્સિની યાદીમાં જણાવ્યા પ્રમાણે જસદણ પંથકના જસદણ, વિછીયામાં સવારથી ૪૨ ટીમો દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ૯૫૩ કનેક્શન ચેક કરતા ૧૧૮ સ્થળોએથી ગેરરીતી સામે આવી હતી જેમાં ૧૯.૦૫ લાખની વીજચોરી સામે આવી છે