ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની વાતો ચાલે છે, તેમ છતા સરકારી બાબુઓ કેટલાંક કામકાજ માટે નાગરિકો પાસેથી લાંચ માગતા હોય છે.લાંચ લેવાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી કોર્પોરેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે.આક૨ણી ઝોનમાં ફરજ બજાવતા નિલેષ ગામીતે મિલકતની આકરણીની કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસે રુપિયા આઠ હજારની લાંચ માગી હતી. જો કે, મિલકતદાર આ લાંચની રકમ આપવા માગતા નહોતા અને તેને પાઠ ભણાવવા માગતા હતા. જેથી ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં આ મામલે ફરિયાદ કરી હતી. એન્ટિ કરપ્શન બ્યૂરોએ ફરિયાદીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને છટકુ ગોઠવ્યું હતું.