ડુંગરાસણ ગામે થયેલ લુંટ વિથ મર્ડરનો અનડીટેક ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમા પકડી લુંટમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરતી દિયોદર ડીવીઝન પોલીસ ટીમ
શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી જે.આર.મોરથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી અક્ષરાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુરનાઓએ ગઇ તા.૧૧/૦૨/૨૦૨૩ નારોજ ડુંગરાસણ ગામે ગંગાબેન છગનભાઇ સુથાર ઉ.વ.૫૪ નાઓ એકલવાયું જીવન ગુજારતા હોઇ જેઓને રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમે માથાના તથા કપાળના ભાગે કોઇ હથિયારથી ફટકા મારી માથુ તેમજ કપાળનો ભાગ ફાડી નાંખી તેઓના બન્ને કાન તોડી કાનમાં પહેરવાની સોનાની પાંચ વાળી(રીંગ) કિમત રૂ.૧૦,૦૦૦/-લુટી લઇ જઇ તેમનું મોત નીપજાવી નાશી ગયેલ હોઇ જે સંબઘે શિહોરી પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.૧૧૧૯૫૦૪૪૨૩૦૦૫૮/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૯૨,૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો અનડીટેક ગુનો તા.૧૧/૦૨/૨૦૨૩ ના કલાક ૧૧/૦૦ વાગ્યે રજી થયેલ છે.
જે સબંઘે ગુનો ડીટેક કરવા સારૂ સુચના કરતા શ્રી.ડી.ટી.ગોહિલ નાયબ પોલીસ.અઘિક્ષક.દિયોદર વિભાગ દિયોદરનાઓના સીધા દેખરેખ હેઠળ તેઓ શ્રી તથા તેમની કચેરીના પોલીસ સ્ટાફ સાથે શિહોરી પોલીસ સ્ટેશન તથા થરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી ઓ સાથે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સતત વીસ કલાક ડુંગરાસણ તેમજ આજુબાજુના ગામડાઓના પચ્ચીસેક જેટલા શંકમદ ઇસમોની સધન પુછપરછ તથા બાતમીદારો મારફતે સતત પ્રયત્નશીલ રહિ તપાસ કરતા આકામે આરોપી અર્જુનસિહ કુંવરસીહ ચંદનસીહ વાઘેલા ઉ.વ.૨૫ રહે.ડુંગરાસણ તા. કાકરેજ જી. બનાસકાંઠા વાળાની પુછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ હોઇ અને લુંટમાં ગયેલ સોનાની પાંચ વાળી(રીંગ) કિમત રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ આરોપીએ પોતાના ઘરે ચકલી માટે કાગળના પુઠાના બોકસમાં બનાવેલ માળામાં સંતાડેલ હોઇ જે બાબતે તટસ્થ બે પંચો સાથે રાખી ડીસ્કવરી પંચનામું કરતા તે માળામાંથી સોનાની પાંચ વાળી(રીંગ) રીકવર કરી લુંટમાં ગયેલ સંપુર્ણ મુદ્દામાલ રીકવર કરેલ છે. અને આ કામે આરોપીએ કરેલ ગુનાનું રીકંટ્રકશન પંચનામું કરતા જાણવા મળેલ કે બનાવની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આ આરોપી પોતાના મકાનની છત પર ચડી મરણજનારના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ ગુનામાં વાપરેલ મારક હથીયાર લાકડાની ખાટલાની ઇસ હાથમાં પકડી મરણજનાર ગંગાબેન ઉપર આડેઘડ માથાના ભાગે મારમારી મૂત્યું નિયજાવી ઘરમાં પડેલ લોખંડના ધારીયાથી મરણજનાર ગંગાબેન બંન્ને કાનમાં પેહેરલ સોનાની રીગો નંગ ૫ ધારીયાના અણીદાર ભાગથી કાનમાંથી ખેચી લઇ કાનતોડી લુંટી ગયેલ હોવાની કબુલાત કરતા હોઇ જેથી આ કામના તહોદારને ક.૧૧/૩૦ વાગ્યે શિહોરી મુકામે અટક કરી આગળ ની કાર્યવાહી ચાલું છે.