વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામમાં શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા છે.એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે.આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે.અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવે છે.પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની હાલત અત્યંત દયનીય છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એક ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત થઈ જતા બાળકોને ગામના એક સામૂહિક જગ્યા પર અભ્યાસ કરવામાં શિક્ષકો અને વાલીઓ મજબૂર બની રહ્યા ચલાવવામાં આવે છે.